ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની T20 સીરિઝની ચોથી મેચ રમાવાની હતી. પરંતુ લખનઉમાં ગાઢ ધુમ્મસના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. ટોસનો સમય 6:30 વાગ્યાનો હતો. પરંતુ સતત વધી રહેલા ધુમ્મસના કારણે ત્રણ કલાક સુધી એટલે 9:30 સુધી રાહ જોવામાં આવી. ત્યાં સુધી ધુમ્મસ ના ઘટતા મેચ રદ કરવી પડી હતી. જેના કારણે ફેન્સ નિરાશ થઈને પરત ફર્યા છે. સીરિઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. હવે અમદાવાદમાં 19 ડિસેમ્બરે સીરિઝની નિર્ણાયક મેચ રમાશે.
ચાર વખત કરાયું પિચનું નિરીક્ષણ
ભારત અને દક્ષિણ આફ્રિકાની ચોથી T20 મેચ સમય પર શરૂ ન થઈ શકી. આ મેચનો ટોસ 6:30 વાગ્યે થવાનો હતો, પરંતુ ધુમ્મસ વધુ પ્રમાણમાં હોવાના કારણે મેચનો ટોસ ન થઈ શક્યો અને પિચ ઢાંકેલી રખાઈ હતી. કુલ ચાર વખત નિરીક્ષણ કરાયું છે, જેમાં 8:00 વાગ્યે, 8:30 વાગ્યે, 9:00 અને 9:25 વાગ્યે નિરીક્ષણ કરાયું હતું.
હેડ ટૂ હેડમાં કોણ દમદાર?
T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 34 વાર ટકરાશે. આ દરમિયાન 20 મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે. ત્યારે 13 મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી છે. એક મેચનું પરિણામ નથી આવ્યું. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 9 T20 મેચોમાં 7 વખત ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આમ ટીમ ઈન્ડિયાનું પાસુ ભારે જોવા મળી રહ્યું છે.

અક્ષર પટેલ બહાર, બુમરાહ પર સસ્પેન્સ
અક્ષર પટેલ બીમારીના કારણે સીરિઝથી બહાર થયા બાદ ભારતે શાહબાઝ અહમદને ટીમમાં સામેલ કર્યો છે, જેને લઈને કુલદીપ યાદવને સતત મોકા મળવાનો રસ્તો ખુલી શકે છે. ગત મેચમાં અંગત કારણોથી જસપ્રીત બુમરાહ બહાર થયો હતો. જોકે આગામી મેચમાં તેના રમાવાને લઈને સસ્પેન્સ છે.

