GUJARAT : સાગબારા વિસ્તારમાંથી પાન પાર્લર ની દુકાનોમાંથી એસ. ઓ. જી પોલીસે મુદ્દામાલ સહીત બે આરોપીઓ ની ધરપકડ કરી

0
47
meetarticle

નો ડ્રગ તથા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નર્મદા જીલ્લા વિસ્તારમાં એસ.ઓ.જી. દ્રારા પ્રતિબંધીત ગો-ગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપરનું વેચાણ કરતા પાન- પાર્લર ની ચેકીંગ કરી સાગબારા વિસ્તારનાં બે વેપારીઓને પ્રતિબંધીત સ્મોકીંગ કોન નંગ-૪૫૧ તથા રોલીગંપેપર નંગ-૨૨૫ કુલ કિંમત રૂપીયા.૯૦૧૫/- નો મુદ્દામાલ એસ.ઓ.જી.નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે

હાલમાં ગુજરાત રાજયમાં સગીર/યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે, ચરસ, ગાંજાનું
સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ, ઓકસાઈડ, પોટેશીયમ નાઈટ્રેટ, આર્ટીફીસીયલ ડાઈ, કેલશીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ
કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર વિગેરે ઉપર મળી રહેતા હોય છે. જેના પરીણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે. આથી

આવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલા પાન પાર્લર વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય.
જે અનુસંધાને નર્મદા જીલ્લામાં ઇ.ચા. જીલ્લા પોલીસ અધિક્ષક
ઇમ્તીયાઝ શેખ દ્વારા જીલ્લામાં સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા, એસ.ઓ.જી
શાખા નર્મદાતથા પો.સ.ઈ. સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી પોલીસ દ્વારા સાગબારા વિસ્તારમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા પાન પાર્લરો ની ચેંકીગ કરવામાં આવેલ જે દરમિયાન
(૧) શ્રી રામ કટલરી એન્ડ જનરલ સ્ટોર ના માલીક નામે ત્રિભોવનભાઈ છીતુભાઇ તડવી રહે- શિવાજી નગર સાગબારા ના કબજામાં સ્મોકીંગ કોન બોક્ષ-૩ જેમાં
કુલ સ્મોકીંગ કોન-૧૭૬ કીમત રૂ!. ૨૬૪૦/- તથા રોલીંગ પેપર નંગ
૨૨૫ કિ. રૂ!.૨૨૫૦/- મળી કુલ કિમત રૂ!. ૪૮૯૦/- તથા (૨) શ્રી દેવ નારાયણ ઢાબા ના માલીક નામે શ્યામલાલ માનાજી ગુર્જર રહે- જુની આર.ટી.ઓ. ઓફીસની બાજુમાં સાગબારાના પોતાના કબજાં માંથી મળી સ્મોકીંગ કોન ફુલ નંગ-૨૭૫ કિમત રૂ!.૪૧૨૫/- નો મુદ્દામાલ મળી કુલ
સ્મોકીંગ રોલ નંગ-૪૫૧ કિમત રૂ!.૬૭૬૫ તથા રોલીંગ પેપર નંગ-૨૨૫ કિમત રૂ!.૨૨૫૦/- નો મળી કુલ કિમત
રૂ!.૯૦૧૫/- ના મુદ્દામાલ સાથે ચેંકીગ દરમિયાન ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૨૨૩
મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

REPOTER : દીપક જગતાપ રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here