માગશર સુદ છઠ તા.26 નવેમ્બર થી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રત ની માગશર વદ બારસ તા.16 ડિસેમ્બર ના રોજ પુર્ણાહુતિ થઈ ત્યારે આ 21 દિવસ દરમિયાન માતાજીની કથા-વાર્તા પઠન, પૂજા આરાધના અને એકટાણાં રાખનારા શ્રદ્ધાવાન ભાવિક ભક્તો વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ના શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અને વડોદરા છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓના આસ્થા ના કેન્દ્ર સ્થાને રહેલા એક માત્ર અન્નપૂર્ણા માતાજીના વિવિધ પધાર્યા હતા ભાવિકોએ માતાજી ના દર્શન પ્રાપ્ત કરી વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રત દરમિયાન ધારણ કરેલો 21 ગાંઠ નો સુતરનો દોરો છોડ્યા બાદ મંદિર સંકુલમાં આયોજીત ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી વ્રતના પારણા કરી ધન્યતા અનુભવી હતી

આ અંગે મંદિરના પૂજારી મીત ભટ્ટે વધુમાં જણાવ્યું હતું
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

