પોરબંદર શહેરમાં જિલ્લામાં પોલીસ દ્વારા ગોગો પેપર તથા અન્ય નશાકારક વસ્તુનું વેચાણ ને અટકાવવા અને વેચાણ કારક શખ્શો સામે કડક કાર્યવાહી કરવા ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ જે અન્વયે ગઈ કાલે કમલાબાગ પોલીસ અને એસ. ઓ.જી. પોલીસ દ્વારા ટીમો બનાવી પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ પાનની દુકાનો સહિત ના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

રાજ્યને નશામુક્ત બનાવવી નેમ અંતર્ગત ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા તા. ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ નશાકારક વસ્તુ ગોગો પેપર, સ્મોકિંગ કોન સહિત ના નશા યુક્ત વસ્તુ પાન ગલ્લા,ચાની કેબિનો તેમજ અન્ય દુકાનો કે ક્યાંય પણ વેચાણ થતા હોય તેના પર પ્રતિબંધિત લાદવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ.
જે જાહેરનામાં અન્વયે પોરબંદર જિલ્લા અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા નાઓએ જિલ્લામા આ પ્રકારના કેસો શોધીને આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવેલ જે અન્વયે ઋતુ રાબા Dysp શહેર ડીવીજન પોરબંદર નાઓએ શહેર ડીવીજન મા કેસો શોધવા ની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે ગઈ કાલના રોજ કમલાબાગ પો.સ્ટે દ્વારા કમલાબાગ પી.આઈ. આર.સી. કાનમીયા દ્વારા પી.આઈ વી. કે. ગોલવેલકર તથા પી.એસ.આઈ અંકિત ડોડીયા તથાપી.એસ.આઈ. આર. ડી. નિનામા એમ અલગ અલગ ટીમો બનાવી એમ જી રોડ, ગોઢાણીયામાં કોલેજ રોડ, સ્ટેશન રોડ, ચોપાટી, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, છાંયા વિસ્તાર એમ અલગ અલગ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
આ ચેકીંગ દરમિયાન કમલાબાગ પોસ્ટે વિસ્તારના ગ્લોબલ હોસ્પિટલ રોડ ઉપર મોઢા કોલેજ સામે આવેલ ભગીરથ પાનની દુકાન પર ગોગો પેપર સ્ટીક ૧૫ જેની કિંમત રૂ ૧૫૦૦ તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્મોકિંગ સ્ટ્રીપ કુલ ૬૯ મળી આવેલ જેની કિંમત ૬૯૦ હોય જે કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
આવી જ રીતે એસ. ઓ. જી દ્વારા પી આઈ.વાય.જે. માથુકિયાનાઓ ના માર્ગદર્શન તળે અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન પોરબંદર જિલ્લા ના હાર્બર મરીન પોસ્ટે વિસ્તાર ના જાવર ગામ ના ભરત પાન એન્ડ ટી સ્ટોલ તેમજ કમલાબાગ પોસ્ટે વિસ્તાર ના ગોઢાણીયા કોલેજ રોડ પર આવેલ ચાઈ ઓર સૂટ્ટા આ બન્ને દુકાનો પર ગોગો પેપર તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્મોકિંગ સ્ટ્રીપ મળી આવેલ હોય જે કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

