PORBANDAR : ભોરાસર સીમ શાળા રાણાવાવ ખાતે ‘જ્ઞાન સાધના કુટિર’નું લોકાર્પણ

0
39
meetarticle

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી ભોરાસર સીમ શાળા, રાણાવાવ ખાતે આજ રોજ તા.૧૭/૧૨/૨૦૨૫ (બુધવાર)ના રોજ શૈક્ષણિક અને સામાજિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ એવા “જ્ઞાન સાધના કુટિર”નું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે પોરબંદર તબીબી જગતના ખ્યાતનામ સેવાભાવી ડૉ. સુરેશભાઈ ગાંધી, રાણાવાવ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાતડીય તેમજ રાણાવાવ સ્થિત રાધે ક્લિનિકના ડૉ. જગદીશ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં “જ્ઞાન સાધના કુટિર સાધના”નું પોરબંદર તબીબી જગતના ખ્યાતનામ સેવાભાવી ડૉ. સુરેશભાઈ ગાંધીના વરદ હસ્તે રીબીન કાપીને “જ્ઞાન સાધના કુટિર”માં પ્રવેશના દ્વાર ખુલ્લા કર્યા હતા. ત્યારબાદ સરસ્વતી માઁ ની છબી સમક્ષ ઉપસ્થિત મહાનુભવો એ દીપ પ્રગટ્ય કરી “જ્ઞાન કુટિર સાધના” લોકાર્પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં કરવામાં આવી હતી.

ત્યારબાદ લોકાર્પણ સમારોહ દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહી આવેલા મહાનુભવો અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ તબીબોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થી ઓને ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના થકી બાળકોમાં આરોગ્ય જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ વિકસે તે હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા મહેમાન તબીબોએ પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને સ્વચ્છ જીવનશૈલી, આરોગ્ય જાળવણી, પર્યાવરણ પ્રેમ અને શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાદાયક શબ્દોથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો.

અંતમાં શાળા વ્યવસ્થાપન સમિતિ ભોરાસર સીમ શાળા રાણાવાવના અધ્યક્ષ રામદેભાઈ ઓડેદરા તથા શાળાના આચાર્ય લાખાભાઈ સુંડાવદરાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, તબીબો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here