GUJARAT : પાનોલી GIDCમાં મોટી હોનારત ટળી: ટાયર ભરેલું કન્ટેનર પલટીને સ્ટીમ લાઇન સાથે ભટકાયું

0
35
meetarticle

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ટાયર ભરેલું એક કન્ટેનર પલટી જતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મનસરીયા ટાયર કંપનીમાંથી ટાયરનો જથ્થો ભરી સુરત-હજીરા જઈ રહેલું કન્ટેનર પી.આર. ઇકો એનર્જી કંપની પાસે પહોંચ્યું ત્યારે સામેથી આવતી સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ગાડીને જગ્યા આપવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેને પગલે કન્ટેનર રોડની સાઈડમાં પલટી ખાઈ ત્યાંથી પસાર થતી સ્ટીમ લાઇન સાથે જોરભેર અથડાયું હતું. સદનસીબે, ઉદ્યોગોને વરાળ સપ્લાય કરતી સ્ટીમ લાઇન લીકેજ ન થતા કે તેને નુકસાન ન પહોંચતા મોટી જાનહાનિ કે હોનારત સર્જાતા અટકી હતી. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here