ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક માધુમતિ ખાડીના પુલ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૩૭ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. નવાગામના રહેવાસી મહેશભાઈ ભયજીભાઈ વસાવા તેમના મિત્ર સાથે સારસા ગામેથી બાઈક પર પરત ફરી રહ્યા હતા,

ત્યારે રાજપારડી નજીક પુલ પર તેમની મોટરસાયકલ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અથડામણમાં બાઈક સ્લિપ થઈ પટકાતા મહેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલક અર્જુન વસાવાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશભાઈને તાત્કાલિક અવિધા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રાજપારડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
