ધુરંધર’ ફિલ્મની સફળતા બાદ અક્ષય ખન્નાએ પોતાના અલીબાગના ઘરમાં વાસ્તુ શાંતિ હવન કરાવ્યો છે.

અક્ષય ખન્ના હવન વિધિમાં હોય તેવા વિડીયો વાયરલ થતાં તેના ચાહકોને પણ નવાઈ લાગી હતી કારણ કે અક્ષય ખન્ના બેહદ સિક્રેટ લાઈફ જીવે છે. તેનું સોશિયલ મીડિયા પર કોઈ ઓફિશિયલ એકાઉન્ટ નથી અને તે ક્યારેય પોતાની પર્સનલ લાઈફ વિશે કોઈ તસવીરો શેર કરતો નથી.
બાદમાં જાણ થઈ હતી કે આ પૂજાવિધિ કરાવનાર પંડિતે જ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા હતા. તેણે અક્ષય ખન્નાના શાંત સ્વભાવ તથા સાદગીનાં વખાણ કર્યાં હતાં.
