શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ પાલનપુર સંચાલિત શ્રીમતિ એચ એચ એમ રાઠોડ ઉ.બુ. સરસ્વતિ વિધાલય મેજરપુરા ખાતે મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય પ્રભાતભાઇ દેસાઈ નો વય નિવૃત્ત થતા ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો હતો આ શાળામાં 38 વર્ષ જેટલી લાંબી સેવાઓ આપતા શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ભાવદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ પુસ્તક દ્વારા તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવેલ

મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી, શાળા દ્વારા સન્માન પત્ર શ્રીફળ શાલ તેમજ ગિફ્ટ આપી શિક્ષક નું સન્માન કરવામાં આવ્યું હતું તે જ રીતે પ્રાથમિક શાળા દ્વારા પણ ગિફ્ટ તેમજ સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેજરપુરા ગ્રામજનો દ્વારા શિક્ષક પ્રભાતભાઇ દેસાઈ ને સોનાની ચેન તેમજ ગોગા મહારાજની મૂર્તિ , શ્રીફળ , શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષકના સગા સંબંધી સ્નેહીજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
સમારંભના અધ્યક્ષ
મદારસિંહ સી. હડિયોલ પ્રમુખ રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર,
મુખ્ય મહેમાન
લક્ષ્મણસિંહ એ. રાઠોડ પૂર્વ પ્રમુખ રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર,
જે. વી. દેસાઈ
અધિક કલેક્ટર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ, હેમરાજભાઈ વી. દેસાઈ ભુવાજી ,
ઈશ્વરભાઈ જી. દેસાઈ ,
બાબુભાઈ એમ. દેસાઈ નિવૃત્ત મદદનીશ ઈજનેર પાટણ, જવાનસિંહ હેદુજી રાઠોડ (દાતા શાળા મકાન ભવન મેજરપુરા હાઈસ્કૂલ,
કરશનજી તખાજી ભાટી દાતા ભોજનકક્ષ છાત્રાલય મેજરપુરા,
ગુલાબસિંહ ચતરાજી ભાટી દાતા છાત્રાલય ભવન, મેજરપુરા,
હેમુજી જી. સોલંકી (પૂર્વ આચાર્ય મેજરપુરા હાઈસ્કૂલ, શ્રીમતી ચેતનાબા પરબતસિંહ ચૌહાણ સરપંચ ગ્રામ પંચાયત, મેજરપુરા,
આભાર વિધિ ડેરીના મંત્રી જગતસિંહ જે હડિયોલ એ કરી હતી
શાળાના આચાર્ય જસવંતસિંહ પી રાજપૂત તથા શાળા સ્ટાફ તથા ગામના યુવાનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ફોટો
પ્રતિનિધિ દિપક પુરબીયા

