મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા થરાદ પોલીસ સપોર્ટ સેન્ટર બાલિકા પંચાયતની કિશોરીઓ માટે તાલીમ કાર્યક્રમન માં તાલીમ અંતર્ગત પરમાર રેખાબેન (થરાદ પોલીસ સપોર્ટ સેન્ટર) દ્વારા કિશોરીઓને જેન્ડર સમજ અને સામાજિક માન્યતાઓ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન જેન્ડર સમાનતા, સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતા, પરંપરાગત માન્યતાઓના પ્રભાવ, કિશોરીઓના અધિકારો, આત્મવિશ્વાસ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કિશોરીઓને રોજિંદા જીવનમાં આવતી પડકારો સામે જાગૃત બનીને યોગ્ય નિર્ણય લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ તાલીમથી બાલિકા પંચાયતની કિશોરીઓમાં જાગૃતિ વધે તેમજ તેઓ સમાજમાં સશક્ત ભૂમિકા ભજવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ અંતે પ્રશ્નોત્તરી સત્ર દ્વારા કિશોરીઓની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું.
યુનિસેફ દ્વારા સંવેદના ટ્રસ્ટ વાવ ખાતે બાલિકા પંચાયતની કિશોરીઓને તાલીમ કાર્યક્રમ અંતર્ગત રેખાબેન એલ પી દ્વારા વિષય અંતર્ગત જેન્ડર સમજ માન્યતા અને પીબીએસસી, મહિલા હેલ્પલાઇન 181, પોલીસ હેલ્પલાઇન112, 1930 સાયબર ક્રાઇમ તેમજ મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં તેમજ કિશોરીઓને યોજનાકીય પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટર રેખાબેન પરમાર, યુનિસેફ પ્રોજેક્ટ કોર્ડીનેટર શિલ્પાબેન તેમજ બીનલબેન પટેલ,સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ હાજર રહ્યા હતા.

