વડોદરા નજીકના તલસટ ગામના સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

તલસટના સરપંચ નવનીતભાઇ ઠાકોર સામે ૩૭ જેટલા વૃક્ષોના ગેરકાયદે છેદન બદલ અરજી થતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
અધિકારીએ ઉપરોક્ત બાબતે સરપંચને પણ સાંભળ્યા હતા અને આખરે તેમને હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાઇ આવતાં હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.સરપંચે આ બાબતે મામલતદાર સમક્ષ કરેલી અપીલ હાલ પેન્ડિંગ છે.

