વડોદરાના વારસિયામાં આવેલી જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ થતા જમીન માલિકે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી

જે આધારે આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે-ગોકુલ નગર, સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ) દ્વારા વારસિયા પીઆઈ એસ.એમ વસાવાના નામથી પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થતાં પહેલા અઢી લાખ અને ફરિયાદ દાખલ થયા પછી બાકીના અઢી લાખ આપવાના હતા. જે અંગે જમીન માલિકે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદી જમીન માલિક આરોપીની વાડી ચોખંડી ખાતે આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અઢી લાખ આપવા જતા ACB એ રેડ પડી આરોપીને ઝડપી પાડ્યો હતો.

