VADODARA : ડભોઇ શહેર વડોદરી ભાગોળ ખાતેવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

0
34
meetarticle

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં અત્યાચાર સામે ડભોઈમાં પુતળા દહન વિશ્વ હિન્દુ પરિષદ જે બજરંગ દળ ડભોઈ મા AHP અને બજરંગ દળ સહિત VHPએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ડભોઈમાં હિન્દુ સંગઠનોએ પુતડા દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.બાંગ્લાદેશમાં હિનદુ સમાજ પર થઈ રહેલા અત્યા અત્યારચારના વિરોધમાં ભારતભરમાં ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે ડભોઈ નગરમાં પણ આંતરરાષ્ટ્રિય હિનદુ પરિષદ અને વીએચપી અને બજરંગદળના આગેવાનો દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળા દહન કરાયુ હતું. અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો.


ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અનેવિરોધમાં હુમલાઓના દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ડભોઈ, વિશ્વ હિન્દુ પરિષદ અને ડભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. “બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા કરે”, “હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરો” જેવા જોરદાર સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા, અત્યાચાર, હત્યા જેવી ઘટનાઓ
સહિત હિન્દુઓના મકાનમા લુંટફાટ, મંદિરોનો નાશ જેવા અત્યાચારો રોકાવા જોઈએ. દિપુચંદ દાસ નામના હિન્દુ યુવાનને ઝાડ પર લટકાવી સડગાવી મારી નાંખ્યો હતો. ઢાકામા ભારત વિરોઘી કાવતરા રચાઈ રહ્યા છે.
કટ્ટરપંથી ઓ ખુલ્લેઆમ ઘમકીઓ આપે છે.આવા અત્યાચાર અટકાવી ભારત સરકાર દ્વારા કડક પગલાં લેવાય અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતી અને વડા પ્રધાન તેમજ ભારતીય દુતાવાસો હિન્દુઓની સુરક્ષા માટે જરૂરી પગલા ભરવા ઘટતુ કરે તેવી માંગ કરી હતી.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here