વાવ થરાદ જીલ્લા પંચાયત અને તાલુકા આરોગ્ય કચેરી વાવ પ્રેરીત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીર્થગામ આયોજિત અને ધારપુર મેડિકલ કોલેજ ના સહયારા સહયોગથી ગતરોજ તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

અને તાલુકા હેલ્થ ઓફીસર ભરતભાઈ મણવર ના માર્ગદર્શન અને તાલુકા સુપરવાઈજર અને મેડિકલ ઓફીસર ર્ડા. કિશનસિંહ ચૌહાણ અને મ.પ.હે.સુ ખેમજીભાઈ મોરીખિયા અને એકાઉન્ટન્ટ ભરતભાઈ પ્રજાપતિ અને તમામ સબ સેન્ટર ના મ.પ.હે.વ અને તમામ કર્મચારીઓના સહયોગથી કુલ ૪૦ કરતા વધારે બોટલ એકત્ર થઈ અને તમામ ગ્રામજનો અને તમામ કર્મચારી ઓનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો અને કેમ્પ સફળ થયો.
અહેવાલ : રાજેશભાઈ જોષી : વાવ-થરાદ

