નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે.આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં સાંસદ અને કલેકટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી.આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ અગાઉ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડશે. આજે બેઠક બાદ સાંસદે કહ્યું કે, “મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે, મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું.એમ સાંસદે જણાવ્યું હતું.

કલેકટર ની ચેમ્બર માં સાંસદ સાથે થયેલ કલેકટરની વાતચીત
રાજપીપલા,તા. 26
જોકે કલેકટરની ચેમ્બરમાં કલેક્ટરે સાંસદનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને સાંસદ ની વાત સાંભળ્યા પછી
કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું હતું કે સાંસદશ્રીઆપણા સૌ માટે આદરણીય છે.સાંસદે રજૂ કરેલા મુદ્દાઓ ને હું સમર્થન આપું છું.હેલિપેડ પર આ વાત થઈ હતી.કાર્યપાલક ઈજનેર મારફત મને આ વાત જાણવા મળી હતી.આ મુદ્દે ડેડીયાપાડા ધારાસભ્ય એ જે આવેદનપત્ર આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે.કલેક્ટર ચેમ્બર માં વાત થઈ હતી એ વાત ખોટી હોવાનું અને કેવડિયા હેલિપેડ પર વાત થઈ હતી એ વાતને કલેકટરે સ્વીકારી હતી અને સાંસદ ની વાત નું સમર્થન કર્યું હતું.ધારાસભ્ય એ સીધી મારી સાથે વાત નથી કરી પણ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટ રો મારફત ધારાસભ્ય એ રૂપિયા ની માંગણીકરી હતી એ વાતનો પણ કલેક્ટરે ખુલાસો કર્યો હતો.અને જણાવ્યું હતું કેકાર્યપાલક ઈજનેર રજા ઉપર ઉતરી ગયા છે. એ હાજર થાય એટલે એમની પાસેથી આધાર પુરાવા માંગ્યા છે એ પુરાવા આપ્યેથી હું કડક પગલાં લઈશ એવી બાંહેધરી પણ કલેકટરે સાંસદ ને આપી હતી.
”જો કે બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સંજય મોદી તમામ સાથે વાતચીત થયા પછી પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ગયા. અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

આ ઘટનાને પગલે કલેકટર અને માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર સતીશ મોદી રજા ઉપરી જતા હવે
નર્મદા જિલ્લામાં આ મુદ્દે રાજકીય હલચલ તેજ બની છે અને આગળ શું પગલાં લેવાશે તે તરફ તમામની નજર ટકી છે.સામે ચૈતર વસાવા નું સ્ટેન્ડ કેવું રહેશે એ પણ હવે જોવું રહ્યું.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

