વાપી ટાઉન પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા શાતિર આરોપીને ક્રાઈમ બ્રાંચે સેલવાસ ખાતેથી દબોચી લીધો છે.
વલસાડ LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અરવિંદ ઉર્ફે આર્યન ચૌહાણ હાલ સેલવાસના સામરવરણી વિસ્તારમાં છુપાયો છે.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપી અરવિંદ ઉર્ફે આર્યન S/O જવાનસિંગ ઉર્ફે જવાહરસિંગ ચૌહાણ (ઉ.વ. ૩૨)
(રહે.ગાર્ડન સિટી, સામરવરણી, સેલવાસ, મૂળ રહે. રાજસમદ, રાજસ્થાન) મૂળ રાજસ્થાનનો વતની છે અને ધરપકડથી બચવા માટે છેલ્લા ત્રણ વર્ષથી સતત ઠેકાણા બદલી રહ્યો હતો.
LCB એ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, વધુ તપાસ અર્થે તેનો કબજો વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ ત્રણ વર્ષ દરમિયાન આરોપીએ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી કરી હતી કે કેમ અને તેને આશ્રય આપનાર કોણ કોણ હતા.

