વિરમગામ રેલવે પોલીસે પ્લેટફોર્મ પર ચેકિંગ દરમિયાન ગાંજાની હેરાફેરી કરતા બિહરાના એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે ૧.૫૮ લાખનો ગાંજો કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ રેલવે પોલીસને ૨૫ ડિસેમ્બરના રોજ પ્લેટફોર્મ નં. ૧ પર પેટ્રોલિંગ દરમિયાન સિકંદ્રાબાદ-પોરબંદર ટ્રેનમાંથી ઉતરેલો શખ્સ શંકાસ્પદ જણાતો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસે રહેલા સામાનમાંથી ૩.૧૭૨ કિલોગ્રામ ગાંજો (કિં.રૂ. ૧,૫૮,૬૦૦) મળી આવ્યો હતો, ઝડપાયેલ આરોપી સુનિલકુમાર મંડલ (રહે. બિહાર) ફ્લોરિંગ મજૂરીનું કામ કરે છે. પોલીસે ગાંજો અને અન્ય સામાન મળી રૂ.૧.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

