NATIONAL : 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદામાં…’

0
53
meetarticle

પાંચ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરાઇ હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે, પુત્ર ગમે એટલો મોટો ગુનેગાર કેમ ના હોય તેની માતા માટે તે હંમેશા રાજા બેટા જ હોય છે, આ માનસિકતા બદલવાની જરૂર છે, જો રાજા બેટા અપરાધી હોય તો માતાઓએ તેને સજા અપાવવામાં મદદ કરવી જોઈએ જેથી પીડિતાને ન્યાય મળી શકે.

આરોપી માતા-પુત્રએ કોર્ટમાં અપીલ કરી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ અનૂપ ચિટકારા અને સુખવિંદર કૌર સમક્ષ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરી દેવાના કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં ફાંસીની સજા પામેલા આરોપી અને સાત વર્ષની કેદની સજા પામેલી તેની મા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

હત્યા બાદ મૃતદેહ કન્ટેનરમાં છૂપાવ્યો

એવો આરોપ છે કે ગુનેગાર જે વ્યક્તિને ત્યાં મંડપ લગાવવા વગેરેનું કામ કરતો હતો તેની જ પાંચ વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને તેના પર 2018માં દુષ્કર્મ કર્યું, બાદમાં તેની હત્યા કરીને ઘરના એક કન્ટેનરમાં મૃતદેહ છૂપાવી દીધો. ઘટના સમયે ગુનેગારની માતા ઘરે નહોતી, બાદમાં જ્યારે તેને પુત્રના આ જઘન્ય અપરાધની જાણ થઈ તો તેણે પોલીસને જાણકારી આપવા કે પીડિતાને મદદ કરવાના બદલે પુત્રને ઘરમાં છૂપાવી રાખવામાં મદદ કરી હતી.

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં માતા દ્વારા પુત્રને છૂપાવવા જે પ્રયાસ થયો તે નવો નથી, સમાજમાં આ પ્રકારની પિતૃસત્તાક માનસિકતા અને સંસ્કૃતિ આજે પણ જોવા મળે છે. પુત્ર ગમે એવો ગુનેગાર હોય માતા માટે તો જાણે રાજા બેટા જ હોય છે. પરંતુ એક આદર્શ સમાજમાં આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી, આવા કેસમાં માતાએ પોલીસને મદદ કરવી જોઇએ. બાદમાં જોકે આ મામલામાં હાઈકોર્ટે ફાંસીની સજાને ૩૦ વર્ષની કેદમાં ફેરવી નાખી અને સ્પષ્ટતા કરી કે ગુનેગારે ત્યાંસુધી જેલમાં કેદ રહેવુ પડશે જ્યાંસુધી તે પોતાનું પુરુષત્વ અસ્ત થવાની નજીક ના હોય. સાથે જ પીડિતાના પરિવારને ૩૦ લાખ રૂપિયા પણ આપવા પડશે. આ કેસમાં કોર્ટે માતાને છોડી મુકી હતી અને કહ્યું હતું કે તેણે જે કર્યું તે નવું નથી આ માનસિકતા પહેલાથી જ સમાજમાં છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here