અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધી જંગલ’માં ડબલ રોલ કરી રહ્યો છે અથવા તો તેનો ફલેશબેક બતાવાશે તેવી અટકળો શરુ થઈ છે.

આ ફિલ્મના અક્ષય કુમમારના બે લૂક વાયરલ થતાં આ ચર્ચા શરુ થઈ છે. અક્ષયકુમારે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. તેની સાથે તેણે એક વિડીયો ક્લિપ શેર કરી હતી.
આ વિડીયો ક્લિપમાં અક્ષય કુમાર એક લૂકમાં કાળા વાળ સાથે તો અન્ય લૂકમાં વ્હાઈટ વાળ સાથે દેખાય છે.
તે પરથી તે ડબલ રોલ કરી રહ્યો હોય અથવા તો તેના પાત્રનો ભૂતકાળ દર્શાવાતો હોય તેવી શક્યતા છે તેવું ચાહકો માની રહ્યા છે.
આ ફિલ્મમાં દિશા પટાણી, પરેશ રાવલ, લારા દત્તા, રવીના ટંડન, જેક્લિન ફર્નાન્ડિઝ, અર્શદ વારસી, સુનિલ શેટ્ટી સહિતના કલાકારોનો કાફલો છે.
એક ચાહકે એવી પણ કોમેન્ટ કરી હતી કે આટલા બધા કલાકારો વચ્ચે પણ અક્ષય કુમાર ડબલ રોલ મેળવવાનું મેનેજ કરી શક્યો હોય તો તે મોટી વાત છે.

