BOLLYWOOD : શાહિદની ઓ રોમિયોનું રીલિઝના મહિના પહેલાં પણ શૂટિંગ ચાલશે

0
32
meetarticle

શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નું શૂટિંગ શિડયૂલ આ મહિનાના અંતે અને આગામી જાન્યુઆરીમાં પણ ગોઠવાયું હોવાના અહેવાલોથી આશ્ચર્ય પ્રસર્યું છે. વિશાલ ભારદ્વાજના પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી વેલેન્ટાઈન ડેએ રીલિઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યાની પણ જાહેરાત થઈ ગઈ છે. તેને બદલે હવે આ નવું શિડયૂલ ગોઠવાયું છે.

સામાન્ય રીતે આજકાલ કોઈ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય પછી પોસ્ટ પ્રોડક્શન કમસે કમ છ મહિના ચાલતું હોય છે. તેને બદલે ફેબુ્રઆરીના સેકન્ડ વીકમાં રીલિઝ ડેટ હોવા છતાં પણ જાન્યુઆરીમાં શૂટિંગ શિડયૂલ ગોઠવાયું છે. આથી, ફિલ્મનાં રો ફૂટેજ જોયા પછી વિશાલ ભારદ્વાજનો આત્મવિશ્વાસ ડગી ગયો છે કે શું તેવી ચર્ચા થઈ રહી છે.આ રિશિડયૂલમાં તૃપ્તિ ડિમરી તથા રણદીપ હુડાને બ્રેક અપાયો છે. મતલબ કે શાહિદનાં એક્શન દ્રશ્યોથી વિશાલ ભારદ્વાજ સંતુષ્ટ નહિ હોવાનું કહેવાય છે. 

એક દાવા અનુસાર અત્યાર સુધી શૂટ થઈ ચૂકેલી ફિલ્મનું પેરેલલ એડિટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here