જાહ્નવી કપૂર, લક્ષ્ય લાલવાણી અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘લગ જા ગલે’નું શૂટિંગ ત્રણ મહિનાના એક જ શિડયૂલમાં આટોપાશે. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે અને હવે તેમાં કોઈ લાંબો બ્રેક નહિ આવે. આગામી માર્ચ સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે.

કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. જોકે, તેણે પોતે ડિરેક્શન કરવાનેે બદલે રાજ મહેતાને ફિલ્મનું સુકાન સોંપ્યું છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ નેગેટિવ ભૂમિકા કરવાનો છે. ફિલ્મ માટે જાહ્નવી, લક્ષ્ય અને ટાઈગર ત્રણેયએ સળંગ તારીખો ફાળવી દીધી હોવાનું કહેવાય છે.
કરણ જોહરના પ્લાનિંગ પ્રમાણે તે ૨૦૨૬નાં અંત પહેલાં આ ફિલ્મ રીલિઝ કરવા ધારે છે.

