સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે અને દુકાનદારોને ૩૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની સેનીટેશન વિભાગની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ઇન્ડિયા એજન્સી કારખાના અને દુકાનમાંથી એક હજાર કિલોથી વધુ, જય અંબે પ્લાસ્ટિકમાંથી ૭૦૦થી ૮૦૦ કિલો, મહેતા માર્કેટમાં સપ્લાય કરનાને ત્યાંથી ૧૦ કિલો પ્લાસ્ટિક, પ્રિન્સ માવા, જોરાવરનગરથી ૩૦ કિલો માવાના કાગળ જપ્ત કરીને ૧૦ હજારનો દંડ કરાયો હતો. જયારે વિકાંત ચૂનાવાળાને ત્યાંથી ૨૦ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરીને ૨૦ હજારનો દંડ વસૂલાયો છે. જ્યારે મનપા તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ અંગે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

