GUJARAT : ભરૂચના માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૪ માં ઉર્સ શરીફની શાનદાર ઉજવણી, માંચ ગામ ખાતે ૮૦ માં ઉર્સ ની ઉજવણી

0
30
meetarticle

ભરૂચના માંચ ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અજમેર સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૪ મા ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી. રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઈનઉદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ આવેલી છે જેઓને સુલતાને હિન્દનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. તે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના ૮૧૪ મા ઉર્સની ખુબ દબદબાભેર ઉજવણી થઇ રહી છે. આ દરગાહ પર દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવે છે અને દર્શન કરે છે. હજારો શ્રદ્ધાળુઓએ ઉર્ષમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભરૂચ તાલુકાના માંચ ગામ ખાતે મદ્રેસા હૉલમાં સૈયદ મહેબૂબ અલી બાવાની વિશેષ ઉપસ્થિતિમાં ૮૦ માં ઉર્સ શરીફની ઉજવણી કરાઇ હતી. સાંજે અસરની નમાઝ બાદ મદ્રેસા હૉલમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબની યાદમાં ફાતેહા ખ્વાની તેમજ કુરાન શરીફની તિલાવત કરાઇ હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી સાથે સાથે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પણ વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. અંતમાં સલાતો સલામ તેમજ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજકો તરફથી સામુહિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું. ઉર્સ પ્રસંગે મદ્રેસા હૉલને ઝાકમઝોળ રોશનથી શણગારવામાં આવ્યો હતો
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here