ડાંગ જિલ્લા ની સાપુતારા પોલીસ આગામી ૩૧મી ડિસેમ્બરના અનુસંધાને સાપુતારા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હતી તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ હ્યુન્ડાઈ ક્રેટા (GJ-20-CB-2646) ને અટકાવવામાં આવી હતી. પોલીસને જોઈ ડ્રાઈવરે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી માલેગામ પાસે ત્રણ ઇસમો
૧. અનિલભાઈ રેવાભાઈ ભાભોર (રહે. દાહોદ)
૨. વકીલ તેરસિંગ ભાભોર (રહે. દાહોદ)
૩. નુરા ઉર્ફે મુનભાઈ મનુ ભાઈ ભાભોર (રહે. દાહોદ)
તેમની પાસેથી
પોલીસે કુલ રૂ. ૨૦,૩૬,૬૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:
રોકડ રકમ: રૂ. ૫,૧૩,૧૮૦/-
વાહન: હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/-)
દાગીના: ચાંદીની ચેન અને સાંકળા (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)
મોબાઈલ: ૩ નંગ (કિંમત રૂ. ૧૩,૫૦૦/-)

સાધનો: ચોરી કરવા માટે વપરાતા લોખંડના કોષ (ગણેશિયો), પક્કડ અને ઓળખ છુપાવવા માટેના માસ્ક તેમની
પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ગત તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ ખાતે આવેલી ‘બી.એસ. કન્સટ્રક્શન’ની ઓફિસમાંથી આ ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે.
ગુનાહિત ઈતિહાસ
પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ અમદાવાદ, વડોદરા, નર્મદા, દાહોદ તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
હાલમાં સાપુતારા પોલીસે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

