GUJARAT : બોડેલીમાં પ્રથમવાર ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ, શિરોલાવાલા હાઈસ્કૂલ ફાઇનલ વિજેતા

0
32
meetarticle

બોડેલી નગરમાં સૌપ્રથમવાર શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટુર્નામેન્ટની યજમાન શાળા શિરોલાવાલા હાઈસ્કૂલ સાથે ગામની નવજીવન હાઈસ્કૂલ, સેફાયર હાઈસ્કૂલ, ખત્રી વિદ્યાલય સ્વામિનારાયણ સ્કૂલ ( બીએપીએસ) અને શિવ ભારતી સ્કૂલ મળી કુલ. છ શાળાની ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


આજે ટુર્નામેન્ટના ત્રીજા દિવસે ફાઇનલમાં બોડેલીની શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ અને નવજીવન હાઇસ્કુલ ની ટીમો ફાઇનલમાં આવી હતી જે બંને સ્કૂલોની ટીમો વચ્ચે ફાઇનલ મેચ આજરોજ શિરોલાવાલા હાઇસ્કુલનાં મેદાન પર ખૂબ જ ઉત્સાહપૂર્વક બાર બાર ઓવરની રમાઈ હતી. ત્યારે શિરોલાવાલા હાઇસ્કુલ કમિટી ટ્રસ્ટનાં આજીવન ટ્રસ્ટીશ્રી ભાવેશભાઈ શિરોલાવાલા શાળાનાં આચાર્ય સુરેશકુમાર એસ. પટેલ, એસ બી આઈનાં મેનેજરશ્રી પ્રમોદકુમાર શર્મા, સફાયર હાઈસ્કૂલનાં સંચાલક રાહુલભાઈ ઈસરાની, ગીરીશભાઈ દલાલ, નવજીવન હાઈસ્કૂલનાં સ્ટાફ મિત્રો તેમજ શાળાનાં સુપરવાઇઝરશ્રીઓ, સ્ટાફ મિત્રો અને સમગ્ર શાળાનાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

શિરોલાવાલા હાઈસ્કૂલ અને નવજીવન હાઈસ્કૂલ વચ્ચે બાર બાર ઓવરની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં નવજીવન હાઈસ્કૂલની ટીમ 12 ઓવરમાં 82 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં શિરોલાવાલા હાઈસ્કૂલ ટીમે 12 ઓવરમાં 83 પુરા કરીને વિજય મેળવ્યો હતો અને શિરોલાવાલા હાઈસ્કૂલની ટીમ ફાઇનલ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

આમ, ખૂબ જ રસાકસી ભરી ફાઈનલ મેચની વિજેતા શિરોલાવાલા હાઇસ્કુલની ટીમનાં કેપ્ટન દીપ બારીયાને ફાઇનલ વિજેતાની ટ્રોફી શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલીનાં કાયમી ટ્રસ્ટી અને પ્રમુખશ્રી ભાવેશભાઈ શિરોલાવાલા તથા આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલનાં હસ્તે એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સ અપ બનેલી નવજીવન હાઈસ્કૂલની ટીમનાં કેપ્ટનન જૈમેષકુમાર રાઠવાને સુપરવાઇઝરશ્રી એમએસ ગજ્જર તથા પી.એફ રાઠવાનાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ટૂર્નામેન્ટમાં શિરોલાવાલા હાઇસ્કુલનાં ખેલાડી ધૃવિલ બારીયાને મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી તેમજ નવજીવન હાઈસ્કૂલનાં ખેલાડી આકાશભાઇ નાયકાને મેન ઓફ ધી મેચ ની ટ્રોફી આપી ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ફાઇનલ વિજેતા બનેલ શિરોલાવાલા હાઇસ્કુલની ક્રિકેટ ટીમનાં કેપ્ટન દીપ બારીયા સહિત ટીમનાં તમામ ખેલાડીઓને શાળાનાં પ્રમુખશ્રી ભાવેશભાઈ શિરોલાવાલા, શાળાનાં આચાર્યશ્રી સુરેશભાઈ એસ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ફાઇનલમાં વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વિજેતા બનેલ ટીમોને ટ્રોફી અર્પણ કરતા શાળાનાં પ્રમુખશ્રી ભાવેશભાઈ શિરોલાવાલા દ્વારા આવનાર સમયમાં બોડેલી તાલુકાની ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાળાનાં પી.ટી શિક્ષકોશ્રી રણજીતભાઈ રાઠવા અને કમલેશભાઈ રાઠવા દ્વારા મળેલ માર્ગદર્શન અને સહકાર બદલ તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ શાળાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : તોસીફ ખત્રી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here