શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેલી સંગમ એટલે જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી એ અરાવલી ની ગીરીમાંળામાં આવેલું છે જ્યાં માં જગત જનની માં અંબે બિરાજમાન છે ત્યારે દેશ દુનિયાના લોકો માં અંબેના દર્શન કરવા અને માં અંબે ના ચરણોમાં શિષ ઝુકાવી આશીર્વાદ લેવા આવતા હોય છે

અને યાત્રાધામ અંબાજી માં નબરાત્રી નું ખુબ મહત્વ માનવામાં આવે છે અને માતાની નવલા નોરતામાં ગરબે ગુમવા લખોની સંખ્યા ભક્તો ગરબે ગુમવા આવતા હોય છે અને અષ્ટમી ના દિવસે માતાજીનો વિશેષ હવન અને પૂજા કરવામાં આવે છે આ પૂજા દાંતા સ્ટેટ દ્વારા કરવામાં આવતી હતી

અને અત્યારે પરંપરા પૂજબ દાંતા સ્ટેટ ના વંશજો દ્વારા પૂજા કરવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા હાઇકોર્ટ દ્વારા વર્ષોથી 40 પેઢીથી એટલે કે 850 વર્ષ થી ચાલી આવતી જૂની પરમપરા પર રોક લગાવી દેવામાં આવી હતી અત્યારે દાંતા રાજવી પરિવાર દ્વાર આ નિર્ણય ને ખોટો માન્યો હતો અને તેનો વિરોધ કર્યો હતો અને તેના અનુશાધાને આજ રોજ દાંતા સ્ટેટ દ્વારા દાંતા સંપૂણ્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજ રોજ દાંતા ની તમામ બજારો સંપૂણ્ય બંધ રાખવામાં આવી હતી અને દાંતા ગામગ્રામ જનો વેપારીઓ સહિત અનેક લોકો દાંતા સ્ટેટ ના સમર્થનમાં જોડાઇ દાંતા સંપૂણ્ય પણે બંધ પાળ્યું હતું અને દાંતા આઝાદ ચોકથી મામલદાર સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું
REPOTER : લક્ષમણ ઝાલા દાંતા

