VADODARA : લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ

0
36
meetarticle

ઓનલાઇન ઠગો માટે ખૂબ જ ઉપયોગી એવા સિમકાર્ડનું વેચાણ રસ્તા પર છૂટથી થઇ રહ્યું હોવાથી તેના માટે માપદંડ બનાવી તેનો કડક અમલ કરવો જરૃરી બન્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ઠગો બેફામ બનીને લાખો રૃપિયાની લૂંટ ચલાવી રહ્યા છે અને તેમના નેટવર્ક માટે ખૂબ જ ઉપયોગી એવા સિમકાર્ડ લારી અને ફૂટપાથ પર આસાનીથી મળી રહેતા હોવાથી તેના પર રોક લગાવવી જરૃરી બન્યું છે.

વડોદરાના સિનિયર ધારાસભ્યને મુંબઇ પોલીસના નામે નોટિસનો કોલ આવતાં તેમણે રિસ્પોન્સ આપ્યો નહતો અને બચી ગયા હતા.જેથી તેમણે આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને રજૂઆત કરી ઠગો સુધી આસાનીથી સિમકાર્ડ પહોંચતું રોકવા માટે કડક વલણ અપનાવવા કહ્યું છે.

તેમણે કહ્યું છે કે,ઓનલાઇન ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા સિમકાર્ડ પરથી બેન્ક ખાતાઓ ખોલવામાં આવતા હોય છે અને તેમાં લાખોરૃપિયાના વ્યવહારો થતા હોય છે.જેને કારણે સિમકાર્ડ લેવા આવનાર વ્યક્તિએ બે સ્થાનિક સાક્ષીને પુરાવા સાથે રજૂ કરવા જોઇએ.જો સિમ કાર્ડ પર બ્રેક વાગશે તો સાયબર ફ્રોડના અનેક કેસો બચી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here