અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો. મુસાફરોને લઈ જતી બસ ખાડામાં પડી જતાં 7 લોકોના મોત થયા. ઘણા લોકો ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ અકસ્માત ભીખિયાસૈન-વિનાયક રોડ પર થયો હતો, અને ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને લોકોની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બસ હતી ફુલ સ્પીડમાં- સ્થાનિક
અકસ્માતની માહિતી મળતાં, વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને ખાડામાંથી બહાર કાઢવા અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે.મૃતકો અને ઘાયલોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો છે કે બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર અત્યંત જોખમી છે.

