સાચા પરિવર્તનની શરૂઆત
દર વર્ષે જ્યારે ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગે છે, ત્યારે
દુનિયાભરમાં ઉત્સાહનું મોજું ફરી વળે છે. લોકો એકબીજાને ભેટે છે, ફટાકડા ફોડે છે અને ‘હેપ્પી ન્યૂ યર’ કહે છે. પણ શું માત્ર તારીખ બદલાવાથી આપણું જીવન બદલાઈ જાય છે? જવાબ છે ના. સત્ય તો એ છે કે, “કેલેન્ડરના પાના બદલવાથી નસીબ નથી બદલાતું, પણ જો તમે તમારી આદત બદલશો તો ભવિષ્ય આપોઆપ બદલાઈ જશે.”કેલેન્ડર બદલવું એ એક બાહ્ય પ્રક્રિયા છે, જેમાં આપણો કોઈ હાથ નથી. સમય તેની ગતિએ વહેતો રહેશે. પરંતુ આદત બદલવી એ એક આંતરિક પ્રક્રિયા છે. નસીબ એ ઘણીવાર આપણા હાથમાં હોતું નથી, પરંતુ આપણું ‘ભવિષ્ય’ એ આપણી આજની નાની-નાની આદતોનું જ પરિણામ હોય છે.જેમ કે, જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે ૧ કલાક મોડી ઉઠે છે, તો આખા વર્ષમાં તે ૩૬૫ કલાક એટલે કે લગભગ ૧૫ દિવસ જેટલો સમય ગુમાવે છે. અહીં વર્ષ બદલાશે તો પણ તેના જીવનમાં કોઈ પ્રગતિ નહીં થાય, પણ જો તે વહેલા ઉઠવાની ‘આદત’ પાડે, તો તેને વર્ષના વધારાના ૧૫ દિવસ કામ કરવા માટે મળશે.એક ખેડૂત દર વર્ષે નવા વર્ષની રાહ જુએ છે કે આ વર્ષે મારો પાક સારો થશે અને મારું નસીબ બદલાશે. પણ જો તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેતરમાં એ જ જૂના બિયારણ વાવે, સમયસર પાણી ન આપે કે નીંદણ ન કરે, તો શું નવું વર્ષ તેને સારો પાક આપશે?ના. તેનું નસીબ કે પાક ત્યારે જ બદલાશે જ્યારે તે પોતાની ‘ખેતી કરવાની આદત’ બદલશે. જો તે આધુનિક પદ્ધતિ અપનાવશે, વધુ મહેનત કરવાની આદત પાડશે અને શિસ્તબદ્ધ થશે, તો કેલેન્ડર ગમે તે હોય, તેનું ભવિષ્ય ઉજ્જવળ જ હશે.આદતો કેમ ભવિષ્ય ઘડે છે?આપણી આદતો એ એક રોકાણ જેવી છે. જો તમે રોજ ૩૦ મિનિટ ચાલવાની આદત પાડશો, તો ભવિષ્યમાં તમારું શરીર નિરોગી રહેશે.જો તમે રોજ ૫ પાના વાંચશો, તો વર્ષના અંતે તમે ઘણા પુસ્તકોનું જ્ઞાન મેળવી ચૂક્યા હશો.નાની નાની બચત ભવિષ્યમાં આર્થિક સ્વતંત્રતા અપાવશે. ૨૦૨૬ માટે ‘રી-સેટ’ પ્લાન જો તમે ખરેખર તમારા ભવિષ્યને બદલવા માંગો છો, તો આ વર્ષે ‘નસીબ’ ના ભરોસે બેસવાને બદલે આટલું કરો
નકારાત્મકતાનો ત્યાગ જૂની વાતો અને નિષ્ફળતાઓને ભૂલી જાઓ. દરરોજ કંઈક નવું શીખવાની આદત કેળવો.
સોશિયલ મીડિયા પાછળ વેડફાતો સમય બચાવી તેને તમારા લક્ષ્ય પાછળ લગાવો.
નવું વર્ષ ત્યારે જ ‘નવું’ ગણાશે જ્યારે તમે તમારી જૂની આદતો છોડીને એક નવા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરફ કદમ વધારશો. કેલેન્ડર તો દર ૩૬૫ દિવસે બદલાતું રહેશે, પણ જો તમે તમારી આદતો બદલી નાખી, તો તમારું ભવિષ્ય કાયમ માટે બદલાઈ જશે.
“તમારું ભવિષ્ય તમારી આદતોમાં છુપાયેલું છે

લેખિકા – દર્શના પટેલ નેશનલ મેડાલિસ્ટ

