VADODARA : ડભોઇ તાલુકાના વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓની ગણતરી તા.૨જી જાન્યુઆરીના રોજ કરાશે ૨૦૧૯માં ૯૮૦૦૦ સૌથી વધુ પક્ષીઓ ગણતરીમાં નોંધાયા

0
49
meetarticle

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓની ગણતરી તા.૨જી જાન્યુઆરીના રોજ કરાશે ૨૦૧૯માં ૯૮૦૦૦ સૌથી વધુ પક્ષીઓ ગણતરીમાં નોંધાયા, તે બાદ ક્રમશઃ પક્ષીઓમાં ઘટાડો થતો જોવા મળ્યો વર્ષ ૨૦૨૫ જાન્યુઆરીમાં થયેલી ગણતરી મુજબ ૫૫૦૦૦ પક્ષીઓ આવ્યા હતા વર્ષ ૨૦૨૬માં થનાર ગણતરીમાં ૬૫૦૦૦ ઉપરાંત પક્ષીઓ નોંધાવાનું અનુમાન ડભોઈ તાલુકાના વઢવાણામાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તા. ૨જી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ ૯૮૦૦૦ પક્ષીઓ નોંધાયા હતા. ત્યારબાદ ક્રમશ : પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે.


ડભોઈ તાલુકાના વઢવાણાના સિંચાઇ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે. આ પક્ષીઓ મુખ્યત્વે સાઇબેરિયા, મંગોલીયા કઝાકિસ્તાન અને મથ્યએશિયામાંથી આવે છે. વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં કરવામાં આવે છે.

પક્ષીઓની ગતણતરી ગુજરાત વન વિભાગ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમએસયુનિવર્સિટીના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષી પ્રેમીઓનો સમાવેશ કરવાાં આવે છે. આ માટે બોટ ટેલિસ્કોપ બાયનોકયુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સવારે છ કલાકથી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે. આ માટે તળાવને ગણતરીકારોની સંખ્યા પ્રમાણે વિવિધ ઝોનમાં વેચી દેવામાં આવે છે. સવારે, બપોરે અને સાંજે ગણતરી કરવામા આવે છે. સૂર્યાસ્ત પહેલા ગણતરીનું કાર્ય પુરુ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સત્તાવાર રીતે રાજયના વન વિભાગ દ્વારા ગણતરીના આંકડા જાહેર કરવામાં આવે છે.પક્ષીઓની સંખ્યા ઓછી થવા પાછળ પાણીનું જળ સ્તર જવાબદાર ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઇ તળાવ હોવાથી અવારનવાર તેમાં પાણી છોડવામાં આવે છે.તેના લીધે આસપાસના વિસ્તારમાં (વેટલેન્ડ એરીયા)માં પણ જળસ્તરનુ પ્રમાણ એક સરખુ રહેતુ નથી. આથી પક્ષીઓને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે. જળ વનસ્પિતમાં ઘટાડો હોવાના લીધે પણ આ સંખ્યા ઓછી થઇ શકે છે. આ ઉપરાંત હજારો કિમી દુર થી આવતા પક્ષીઓ અન્ય સ્થળે ઉતરી ગયા હોય તેના લીધે પણ સંખ્યા ઓછી નોંધાય છે. અગાઉના વર્ષોમાં યુરેશીયન ફુટ 20,000 જેટલા આવતા હતા. જયારે વર્ષ 20 25માં 7000 ઉપરાંત જ આવ્યા હતા. જેના લીધે પણ પક્ષીઓ ઓછા નોંધાય છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here