પોરબંદર જિલ્લા પોરબંદર સિટી, પોરબંદર ગ્રામ્ય તેમજ એમ ત્રણ પોલીસ સ્ટેશન ડિવિઝન અલગ અલગ વિસ્તાર માંથી પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગલિશ દારૂ તેમજ દેશી દારૂ ના જથ્થાનો પોરબંદરના ઇન્દિરા નગર દરિયા કાંઠે પોરબંદર સિટી,ગ્રામ્ય તેમજ રાણાવાવ તેમજ તમામ મામલતદાર નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા પોલીસના અધિકારીઓને ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવેલ

આજ રોજ તા.૩૦/૧૨/૨૫ ના પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામીણ ડિવિઝન તથા સીટી અને રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તથા વિદેશી દારૂના જે કેસ નોંધવામાં આવેલ છે તેમાં લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના પ્રોહિબિશનના મુદ્દામાલની નાશ કાર્યવાહી ઇન્દિરા નગર દરિયા કાંઠે કરવામાં આજે આવી હતી.
તેમાં દેશી દારૂનો જે ૮૨૪ જેટલા ગુન્હામાં પકડાયેલ ૧૧, ૫૦૪ લીટર દારૂ કિંમત રૂ.૨૩,લાખ ૭૬૦ ના નાશ કરવામાં આવેલ તથા વિદેશી દારૂ ના ૭૬ ગુન્હામાં પકડાયેલ ૨૮૩૩૭ બોટલ કુલ કિંમત ૧,૯૫,૨૮,૪૮૯ જેટલી થાય છે.
આમ ત્રણેય ડિવિઝનના દેશી/વિદેશી દારૂના આંકડા જોઈએ તો કુલ ૯૦૦ જેટલા નોંધાયેલા ગુન્હામાં જેની કુલ કિંમત ૨ કરોડ ૧૮ લાખ ૨૯ હજાર ૨૪૯નો દેશી વિદેશી દારૂનો નાશ આજે ઇન્દ્રાનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
દૈનિક ધોરણે પોલીસ દ્વારા દેશી દારૂ તથા વિદેશી દારૂનાઓના જે અડ્ડાઓ છે તેની ઉપર રેઇડ જેવી કાર્યવાહી ચાલતી હોય છે અને દૈનિક ધોરણે કેશ નોંધવામાં આવતા હોય છે કેસ કરવામાં આવતા હોય છે તેજ પ્રમાણે સ્પેશ્યલ ડ્રાઈ જિલ્લા પોલીસ અધિકારી તેમજ રેન્જ આઈજી તરફથી અવાર નવાર સ્પેશ્યલ ડ્રાઈ રાખી અને દારૂની બદીને દૂર કરવા પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવતી રહે છે. જેના અનુસંધાને પકડાયેલા દેશી તેમજ વિદેશી દારૂનો સમયાંતરે નાશ કરવાનો થતો હોય છે જે રૂટિન પ્રમાણે આજે કરોડ લાખોનો દારૂનો નાશ કરવામાં આવેલ છે
રિપોર્ટર :- વિરમભાઇ કે.આગઠ

