આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણું નસીબ કેમ સાથ નથી આપતું? આપણે મહેનત કરીએ છીએ છતાં સફળતા કેમ નથી મળતી? પણ ક્યારેક જવાબ આપણી મહેનતમાં નહીં, પણ આપણા ભૂતકાળના વ્યવહારમાં છુપાયેલો હોય છે.
જ્યારે આપણે કોઈ નિર્દોષ વ્યક્તિને રડાવીએ છીએ અથવા કોઈની લાચારીનો ફાયદો ઉઠાવીએ છીએ, ત્યારે તે વ્યક્તિના મુખમાંથી નીકળેલી ‘હાય’ અથવા તેની આંખમાંથી નીકળેલું એક આંસુ પણ બ્રહ્માંડમાં એવી ઉર્જા પેદા કરે છે જે આપણા સારા નસીબને અવરોધે છે. પૈસાનું દેવું તો કદાચ માફ થઈ શકે, પણ કોઈના આત્માને આપેલા દુઃખનું દેવું ક્યારેય માફ થતું નથી.દુનિયાની કોઈ પણ પૂજા-પાઠ એ પાપને ધોઈ શકતી નથી જે બીજાના હૃદયને દુભાવીને કરવામાં આવ્યું હોય. કુદરતનો કેમેરો હંમેશા ચાલુ છે. તે માત્ર તમારા કર્મો જ નહીં, પણ તમારી દાનત પણ રેકોર્ડ કરે છે.તમારા શબ્દો અને વ્યવહાર એટલા મધુર રાખો કે કોઈ તમારી પાછળ રડે નહીં, પણ તમારી ગેરહાજરીમાં તમને યાદ કરીને હસે. કારણ કે જ્યારે તમે કોઈના ચહેરા પર સ્મિત લાવો છો, ત્યારે કુદરત તમારા નસીબના દરવાજા આપોઆપ ખોલી નાખે છે.
“મંદિરમાં કરેલી પ્રાર્થના કદાચ ઈશ્વર સુધી પહોંચવામાં વાર લાગે, પણ કોઈના આત્માની દુભાયેલી ‘હાય’ સીધી પહોંચી જાય છે.””કર્મ કોઈનું સરનામું ભૂલતું નથી, આજે તમે કોઈને રડાવ્યા છે તો કાલે તમારે રડવા માટે તૈયાર રહેવું પડશે.”

લેખિકા -દર્શના પટેલ નેશનલ એથ્લેટ મેડાલિસ્ટ

