રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા દ્વારા પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતા

તે દરમીયાન એ.એસ.આઇ. મિલનસિંહ ડોડીયા તથા પો. હેડ કોન્સ, સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા ને સંયુક્ત રાહે ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, જેતપુર, ગોંદરા વિસ્તાર, આરવે ઘાટ તરફ જવાના જાહેર રોડ ઉપર અમુક ઇસમ પૈસા તથા ગંજીપતાના પાના વતી જુગાર રમતા હોય. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમોને તીનપતીનો જુગાર રમતા જેમાં આરોપીઓ (૧) અનકભાઇ ભીમભાઇ ખુમાણ, (૨) હરેશભાઇ વજુભાઇ થડેશ્વર (૩) અશોકભાઇ અરજણભાઇ બાવળીયા, (૪) જસમતભાઇ સમજુભાઇ સોલંકી, (૫) પ્રકાશભાઇ હકુભાઇ અજાણા, (૬) ધુધાભાઇ રામભાઇ ખટાણા, (૭) રાજુભાઇ હકુભાઇ શેખવા (રહે તમામ જેતપુર)ને રોકડ રૂપિયા ૧૨.૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધામ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

