જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઈન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર યુવક સામે સીટી પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સીટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી. જેથી આરોપી પીડિતાના ઘરે આવતો હોય તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. મારે તારી સાથે જ લગ્ન કરવા છે. કહી નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઈ જતાં યુવતીએ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું.
બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂમ રાખી દીધો હતો જયા યુવતી એકલી રહેતી હતી અને નરાધમ અવાર નવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ આચરતો હતો, દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી,જેના માટે ઘર અને પરિવારને તરછોડી દીધા તે શખ્સે જ તર છોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો. બાદમાં તેણીએ હિંમત દાખવી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ સહિત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી,
આરોપી સુધીર ભટ્ટી નામના યુવકે સોસીયલ મીડિયાના માધ્યમ થી યુવતીનો કોન્ટેકટ કરી પ્રેમ સબંધ બાંધ્યો હતો,સાથે યુવતીના પિતા અને આરોપી બંને એકબીજા ના પરિચિત હોવાથી યુવતીના પિતાનું વૉહટ્સેઅપ સ્ટેટસ જોઈને તેમાં રહેલા યુવતીના કોન્ટેકટ નંબર મેળવી વાતોચિતો કરીને પ્રેમ સંબંધ ની વાતો કરી યુવતીને ફસાવી હતી,સાથે આરોપી પરણિત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું જણાવી લગ્ન ની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું,
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

