યારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઇ શહેરની જાણીતી અને શ્રેષ્ઠ સંસ્થા જે બાળકોના હિતમા સતત રહીને કામ કરતી એમ .એચ દાયારામ શારદા મંદિર, ડભોઇમાં રમતોત્સવનું આયોજન સુધીનું કરવામાં આવ્યું હતું

જેમાં શાળાના શિક્ષકશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ક્રિકેટ, ચેસ,કેરમ,સંગીત ખુરશી, લીંબુ ચમચી, 100 મીટર દોડ, લોટ ફૂકણીયુ, સ્લો સાયકલિંગ જેવી જુદી જુદી રમતોમાં 122 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના આચાર્યશ્રી સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તેમજ સુપરવાઇઝર એ.સી.ચાવડા એલ.સી.ચૌધરી એ દરેક શિક્ષકશ્રી ને કામગીરી આપી હતી તે તમામ કામગીરીમાં ઉત્સાહપૂર્વક કામ કરી રમતોત્સવ ને સફળ બનાવ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે અને તેઓ રમતોમાં ભાગ લે જેથી તેમનામાં માનસિક,શારીરિક અને જ્ઞાન શક્તિનો વિકાસ થાય તે હેતુથી ત્રણ દિવસ સુધી રમતોનું આયોજન કર્યું હતું તમામ રમતોમાં વિજેતા થયેલી ટીમને દયારામ કેળવણી મંડળના પ્રમુખ દિપકભાઈ .જી.ભોઇવાલા તેમના વરદ હસ્તે ટ્રોફી અને ગોલ્ડ મેડલ તથા રન-અપ ટીમને ટ્રોફી તથા સિલ્વર મેડલ આપી સન્માનિત કર્યા હતા. તમામને સાહેબશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના કર્મચારીઓની કામગીરી પણ પ્રમુખ સાહેબે હૃદયપૂર્વક બિરદાવી હતી અને શાળાની મહિલા ટીમ ક્રિકેટની રમતમાં વિજેતા થતા પ્રમુખ સાહેબશ્રીએ તેઓને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા. શાળાના એડમિનિસ્ટ્રેટર સાહેબશ્રી યોગેશભાઈશ્રીએ કાર્યક્રમના અંતમાં આભાર માન્યો
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

