GUJARAT : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી રેખાબા સરવૈયા દ્વારા પોરબંદર જિલ્લામાં ડ્રોન ઉપયોગ પર નિયંત્રણ

0
28
meetarticle

પોરબંદર શહેર તથા જિલ્લાના કિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી રેખાબા સરવૈયા દ્વારા ડ્રોન (UAV)ના ઉપયોગ પર નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


આ જાહેરનામા અંતર્ગત પોરબંદર જિલ્લાના કુલ ૨૨ ઝોન પૈકી ૭ વિસ્તારોને રેડ ઝોન અને ૧૫ વિસ્તારોને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–૨૦૨૩ ની કલમ–૧૬૩ હેઠળ રેડ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે યલો ઝોન વિસ્તારમાં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત Office of the Director General of Civil Aviation (DGCA) દ્વારા તા. ૨૭/૦૮/૨૦૧૮ના પત્ર ક્રમાંક 05-13/2014-AED-Vol.IV મુજબની જોગવાઈઓનું કડક પાલન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૨૮/૦૨/૨૦૨૬ સુધી અથવા આગામી હુકમ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ–૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here