સુરત કોંગ્રેસ ને મોટું ઝટકો રવિવાર ના રોજ સુરત શહેર મહિલા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ રઇસા શેખ દ્વારા પાર્ટી ના તમામ હોદ્દાઓ તેમજ સભ્યપદ પર થી રાજીનામ આપવામાં આવ્યું

સાંજ સુધી સોશિયલ મીડિયા ઉપર આ રાજીનામા નું વિષય ખૂબ જ ચર્ચા નું વિષય બની ગયો રાજીનામાં પાછળ અંક બંધ કારણો લોકો શોધવા લાગ્યા સુરત શહેર ની અંદર કાર્યકર્તાઓ દ્વારા પાર્ટી છોડવાનું કિસ્સો યથાવત જારી છે મળતી માહિતી મુજબ 10 થી 15 દિવસ પહેલા મહિલા કોંગ્રેસની 11 સભ્યોએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા ઉપર અસભ્ય વર્તન તેમજ મહિલા વિરોધી માનસિકતા નું આરોપ લગાવી ને પાર્ટી છોડી હતી એ ઘટના ના એકજ દિવસ પછી પૂર્વ કોર્પોરેટર મમતાબેન સવાણી ને રઇસા શેખ ની જગ્યા શહેર મહિલા પ્રમુખ ના હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવ્યું ત્યાર થી પ્રદેશ કોંગ્રેસ થી લઈને દિલ્હી કોંગ્રેસ ના તમામ મોટા નેતાઓ નું સંપર્ક રઇસા શેખ દ્વારા કરવામાં આવ્યો પરંતુ રાષ્ટ્રીય સ્તર થી લઈને પ્રદેશ અને શહેર સ્તર ના નેતાઓ દ્વારા કોઈપણ પ્રકાર નું સાથ સહકાર અથવા સમર્થ ન મળવા થી રઇસા શેખ દ્વારા આખરે દુઃખી મનથી કોંગ્રેસ પાર્ટી ના તમામ હોદ્દા પરથી રાજીનામ આપી દીધું. વાત કરીએ રઇસા શેખની તો યુવાન મુસ્લિમ મહિલા તરીકે સુરત શહેર ની અંદર ખૂબ જ સારી છાપ ધરાવનાર રઇસા શેખ નું ઉધના વિધાનસભા લીંબાયત વિધાનસભા તેમજ શહેર માં અનેક સંસ્થાઓ ની અંદર સારી પકડ છે પોલીસ ખાતામાં તેમનું નામ ખૂબ જ સન્માન થી લેવામાં આવે છે રઇસા શેખ ની છવી ખૂબ જ ઈમાનદાર યુવા લડાયક મહિલા નેતા ની જેમ છે અને નારી ન્યાય તેમજ સન્માન માટે તેઓ અનેકવાર મોટા મોટા આંદોલનો કર્યા છે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શેખની કમી શહેર કોંગ્રેસને અનુભવશે.

