જેતપુર ઉદ્યોગનગર પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી પાંચ ચોરાયેલા બાઇક કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂ. 1.10 લાખ આંકવામાં આવી છે. આ આરોપીઓ જેતપુર, ગોંડલ અને શાપર પંથકમાંથી વાહનોની ચોરી કરી હતી,

ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સ્પ્લેન્ડર બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન હેડ કોન્સ અજય રાઠોડ, વાસુદેવ જાડેજા, રીઝવાન સિંજાતને મળેલ બાતમીના આધારે, પોલીસે જૂના રાજકોટ રોડ પર વોચ ગોઠવી ત્રાકુડીપરાના સાગર વિક્રમભાઈ ઉર્ફે ભીખાભાઈ રાઠોડ અને અમીત સોલંકીને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડયા હતા.
પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ જાહેર રોડ પર પાર્ક કરેલા અથવા નિર્જન જગ્યાએ પડેલા વાહનોને નિશાન બનાવતા હતા. તેમણે જેતપુર દરગાહ પાસે, નવાગઢ રેલ્વે સ્ટેશન, ગોંડલના ચરખડી ગામ અને શાપર પંથકમાંથી વાહનો ચોર્યા હોવાનું સ્વીકાર્યું હતું.
ઉદ્યોગનગર પોલીસે ચોરાયેલા પાંચેય વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડથી અન્ય કેટલા ગુનાઓના ભેદ ઉકેલાય છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ કાર્યવાહીમાં પીઆઈ એમ.એમ.ઠાકોર પીએસઆઈ એલ.ડી.મહેતા એએસઆઈ સંજય પરમાર, હેડ.કોન્સ અજય રાઠોડ, વાસુદેવ જાડેજા, રીઝવાન સિંજાત, પો.કોન્સ ચેતન ઠાકોર રોકાયા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

