જુનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને અનેકવાર વિવાદમાં આવી ચૂકેલા ડો.તુષાર જેઠવાની બદલી કરવા ફરી એકવાર માંગ ઉઠી છે.

સર્વજ્ઞાતિ હિત રક્ષક સમિતિએ કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે ડો.તુષાર જેઠવા અવારનવાર દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે.દર્દીઓને પૂરતી સારવાર પણ આપતા ન હોવાની રાવ કરી છે.વધુ માં જણાવ્યું કે એક વર્ષ અગાઉ પણ વંથલીના રહીશ જાવિદ વાજા નામના વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવેલ,ત્યારે પણ જરૂરિયાત મુજબ ડો.તુષાર જેઠવા દ્વારા પ્રાથમિક સારવાર ન અપાતા સારવાર અર્થે જૂનાગઢ જતા હતા તે સમયે જ રસ્તામાં મૃત્યુ પામેલ છે.તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.વધુમાં મૃતક સાથે પણ ગેર વર્તન કર્યું હોવાનું ખુદ મૃતક દ્વારા જ મૃત્યુ પહેલા કોલ કરી અન્ય આગેવાનોને જણાવ્યું હતું. તે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું.ત્યારે તાજેતરમાં જ વંથલીના જાણીતા સામાજિક અગ્રણી હાર્દિક વાણીયા ની સાથે પણ અસભ્યતા ભર્યું વર્તન કરવામાં આવ્યું છે.
રજૂઆત દરમિયાન વધુમાં જણાયું છે કે આ ડોક્ટરને કારણે ભવિષ્યમાં કોઈ માનવ મૃત્યુ થશે તો જવાબદાર કોણ બનશે ? તેવા ગંભીર સવાલો સાથે અવારનવાર વિવાદોની વચ્ચે સપડાયેલા રહેતા ડો.તુષાર જેઠવાની બદલી કરવા શહેરીજનોએ માંગણી કરી છે.
રિપોર્ટર જીજ્ઞેશ પટેલ માણાવદર

