RAJKOT : હદપાર હુકમનો ભંગ કરનાર શખ્સને ઝડપી ફરી પાછો હદપાર કરતી ઉદ્યોગનગર પોલીસ

0
50
meetarticle

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં હદપાર થયેલ ઇસમો ઉપર વોચ રાખી હદપારી હુકમનો ભંગ કરનાર ઇસમો મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ડો. એમ.એમ.ઠાકોર ના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ્પેકતર એલ.ડી.મેતા ની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે નાયબ કલેકટર અને સબ.ડીવી.મેજી. સાહેબની કચેરી ગોંડલના હદપારી મુજબના કામે ચાર માસ માટે અત્રેના જીલ્લાની હદમાંથી હદપાર કરેલ અશ્વિન વિનુભાઈ વેગડા રહે દેરડી રોડ જન મંગલ સોસાયટી જેતપુર ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી, રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ સીટીની હદ બહાર મોકલી આપવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં કરનાર પીઆઈ એમ.એમ.ઠાકોર, પીએસઆઈ એલ.ડી.મેતા, એએસઆઈ સંજયભાઇ પરમાર, હેડ કોન્સ રીઝવાનભાઇ સિંજાત, અજયભાઇ રાઠોડ, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા પો.કોન્સ ચેતનભાઇ ઠાકોર જોડાયા હતા.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here