રાજકોટ રેન્જ આઈજી દ્વારા જિલ્લામાં દારૂનું દુષણ ડામી દેવા કરેલા આદેશના પગલે ગ્રામ્ય એસપી ની સૂચનાથી જેતપુર ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ અને ટીમ ને મળેલ બાતમીના આધારે જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે બે મકાનમાં દરોડો પાડી 5.40 લાખના વિદેશી દારૂ બોટલ નંગ 1060, 180 એમએલ ની ઝડપી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અને જેતપુર ડીવાયએસપી આરએ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ અજીતસિંહ એમ હેરમા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
એ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપી કૃપાલસિંહ પરમાર એ તેના કાકા ના બંધ મકાન તેમજ અન્ય એક અવાવરું મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે તેવી હકીકત મળી હતી.
જેના પગલે પી.આઈ હેરમા સહિતની ટીમે ઉપરોક્ત બંને મકાનોમાં દરોડો પાડતા 180 એમ.એલ ની 5,40,496 ની કિંમત ની 160 બોટલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા કબજે કરી નાસી છૂટેલા આરોપી કૃપાલસિંહ દિલુભા પરમાર રહે ચારણ સમઢીયાળા તાલુકો જેતપુર વાળા ની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ અજીતસિંહ હેરમાં,એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, ભીમાભાઈ ગંભીર, વિપુલભાઇ મારુ, અજીતભાઈ ગંભીર, મનીષભાઈ જોગરાદીયા, પ્રધુમનસિંહ વાઘેલા સહિતની ટીમ જોડાઈ હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

