માર્ચ મહિનામા ધોરણ 10- 12ની બોર્ડની પરિક્ષાઓ તેમજ અન્ય સરકારી નોકરીઓ મેળવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આવી રહી છે. બોર્ડની પરિક્ષાઓ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ વિદ્યાર્થીઓ ઘણીવાર માનસિક અને શારિરીક તાણ પણ અનુવતા હોય છે. વિદ્યાર્થીઓ આ મુક્તરીતે અને માનસિક ભાર લીધા વગર પરિક્ષા આપી શકે તે હેતુથી શહેરાની જાણીતી ચૌધરી એકેડમી દ્વારા શૈક્ષણિક સેમિનારનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા બોર્ડની પરિક્ષામા સફળતા મેળવા માટે જરુરી માર્ગદર્શન અને સુચનો આપવામા આવ્યા હતા.સાથે સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ આજની પરિક્ષા પધ્ધતિ પ્રમાણે કઈ રીતે રણનીતી બનાવીને સરકારી નોકરીમાં સફળતા કેવી રીતે મેળવી તેની જાણકારી આપવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરાનગર પાલિકા હોલ ખાતે ચૌધરી એકડમી દ્વારા શૈક્ષણિક સેમિનાર અને મોટીવેશનલ પ્રોગામનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા શહેરા નગર અને તાલુકામાંથી ધોરણ-10- 12 અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. ચૌધરી કેરિયર એકેડમીના કમલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ વિડિયો તેમજ મૌખિક વ્યકતવ્ય આપવામા આવ્યુ હતુ. આવનારી બોર્ડની પરિક્ષા તેમજ સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરવા માટે તેમણે વિવિધ મુદ્દા પર ભાર મુક્યો હતો. શિસ્ત સંસ્કાર અને શિક્ષણ પર ભાર મુકવા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ.સોશિયલ મિડિયાની પાછળ વધારે ટાઈમ બરબાદ કરવાની જરુર નથી. તેનાથી ભવિષ્ય બરબાદ થઈ જશે. સાથે વ્યસનથી દુર રહેવા પણ જણાવાયુ હતુ. વિદ્યાર્થીઓએ પણ પોતાની અંદર રહેલી ત્રુટીઓને દુર કરવા માટે સંકલ્પ લીધો હતો. આ સેમિનારમા વિદ્યાર્થીઓના સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રીતેના શૈક્ષણિક સેમિનારનુ આયોજન સંમયાતરે થતુ રહે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. આ સેમિનારમા ફેકલ્ટીના
જતીનભાઈ પટેલ, રાકેશ કુમાર પગી,અંકિતકૂમાર પરમાર,પ્રહલાદભાઈ રાઠોડ,ધીમંતભાઈ પટેલ,જયેશકુમાર સોલંકી,હરીશભાઈ પરમાર, રાજવીરસિંહ રાઠોડ,બાબુલાલ પરમાર તેમજ
મોટી સંખ્યામા ધોરણ 10-12 અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

