મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી ૨૬મી જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક દિવસ’ના જિલ્લા કક્ષાના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણી ખૂબ જ ભવ્ય અને સુયોજિત રીતે થાય તે માટેનું આગોતરું આયોજન કરવાનો હતો.

બેઠક દરમિયાન જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર દ્વારા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને અધિકારીઓના અંગત અભિપ્રાયો મેળવી કાર્યક્રમને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિત મહીસાગર જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા માટે આ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

