વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા સુગર ફેક્ટરી સામે ગત ૨ જી જાન્યુઆરીના રોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વટારીયાના યુવાનનું ગતરોજ સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઘટનાની વિગત મુજબ, વટારીયા ગામના ખડી ફળિયાના રહીશ વિજય વસાવા ૨ જાન્યુઆરીના રોજ પોતાની બાઇક પર વાલિયા-અંકલેશ્વર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વટારીયા સુગર ફેક્ટરી સામે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વિજયભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે અંકલેશ્વર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા છ દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા વિજયભાઈએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. વાલિયા પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

