BOLLYWOOD : પ્રિયંકાની વારાણસી ફિલ્મ આવતાં વર્ષે રામનવમીએ રીલિઝ થશે

0
46
meetarticle

પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ ‘વારાણસી’ આગામી વર્ષે રામ નવમી વખતે રીલિઝ થાય તેવી સંભાવના છે. આ ફિલ્મમાં રામાયણનાં કથાનક સાથે સંબંધ ધરાવતી વાર્તા હોવાથી રાજામૌલીએ આ રીલિઝ ડેટ નક્કી કરી હોવાનું કહેવાય છે.

પૃથ્વીરાજ સુકુમારનની પણ મહત્વની ભૂમિકા ધરાવતી ફિલ્મનું બજેટ ૧૩૦૦ કરોડ હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ અગાઉ હૈદરાબાદ તથા ઓરિસ્સામાં તથા વિદેશમાં પણ થઈ ચૂક્યું છે. હજુ આ વર્ષે પણ ઘણું શૂટિંગ થવાનું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં એમ.એમ. કિરવાની મ્યુઝિક આપશે. જ્યારે પટકથા વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here