વાઘોડિયા તાલુકાના પાદરી પુરા ગામ પાસે આવેલ હઝરત કાલુ સહીદ બાવા ના ઉર્સ પ્રસંગે રાતી બે રિફાઇ જલાલી જલસો નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત બડી ગાડી ના સેહઝાદા સૈયદ અમીન ઉદ્દીન બાબા ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નજીક પાદરીપુરા ગામ પાસે આવેલ દરગાહ શરીફ હજરત કાલુ સહિદ બાવા ના મુસ્લિમ મહિના રજબ 18 માં ચાંદ ઉર્સ પ્રસંગે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના ની દુઆ ગુજારી હતી. અને ઉષૅ પ્રસંગે ડભોઇ થી નિશાન લઈ ગયેલા યુવક મંડળ દ્વારા રાતી બે રિફાઈ નો જલાલી જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બડી ગાડી ના શહેજાદા સૈયદ આમીન ઉદ્દીન બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

