ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેનતલાવ ગામની સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર ગુરુવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાઇક પર સવાર બે યુવાનો કેનાલના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સીધું કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યું હતું

ચાંદોદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લો નર્મદા તાલુકો નાંદોદ ગામ જેસલપુરના શેઠ ફળિયા ના રહેવાસી બે મિત્રો પ્રકાશ ઠાકોર ભાઈ બારીયા અને રણજીત જશુભાઈ બારીયા pulsar બાઈક લઈ વડોદરા માસીને ત્યાં જવા નીકળ્યા હતા. દરમિયાન તેનતલાવ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ માર્ગે જઈ રહ્યા હતા ત્યારે માટી અને ઢોળાવ વાળો રસ્તો આવતા કાબુ ગુમાવતા બંને મિત્રો બાઈક લઈ કેનાલમાં ખાબક્યા હતા જેમાં એક મિત્ર પ્રકાશ બારીયા ને તરતા આવડતું હોય મિત્ર રણજીતને બચાવવાનો પ્રયત્ન આદર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી જેથી તાબડતોબ કેનાલની બહાર નીકળી પોલીસ પોઇન્ટ પર દોડી જઈને મદદ માંગી હતી ચાંદોદ પોલીસે તાત્કાલિક ડભોઇ ફાયર બ્રિગેડને જાણાવતા ફાયરની ટીમે દોડી આવી કેનાલમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ આદરી હતી
પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયાની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટી પડ્યા હતા ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા યુવાનની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી સઘન શોધખોળ આદરી હતી પરંતુ મોડી સાંજ સુધી લાપતા થયેલા યુવાનનો પત્તો લાગ્યો ન હતો
પોલીસે અકસ્માત અંગેની પ્રાથમિક વિગતો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

