વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને તેના રહેણાંક વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ, વલસાડ સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂબંધીના ગુનામાં સંડોવાયેલ અને નાસતો-ફરતો આરોપી નિરવ શૈલેષભાઈ પટેલ (રહે. ૪૦૮, ભીનાર ફળીયા, કુંડી, જી. વલસાડ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. આ હકીકતના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે જાળ બિછાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ગુનાની આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

