VADODARA : જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો

0
38
meetarticle

વડોદરાના કોઠી વિસ્તારમાં વીસ દિવસ પહેલાં મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયેલા આધેડ વયના વાહન ચોરને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

તરસાલીથી બરોડા ડેરીની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શકમંદો પર નજર રાખી રહી હતી તે દરમિયાન એક મોટરસાયકલ ઉપર પસાર થતાં આધેડ વયના પુરુષને રોકી મોટરસાયકલના કાગળ માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન બાઇક ચાલકનું નામ શાંતિલાલ કાળીદાસ મકવાણા (શામળ નગર, અલવાનાકા, માંજલપુર મૂળ-અગારવા,ઠાસરા) હોવાનું ખુલ્યું હતું. આરોપીએ ગઈ તા.18મી એ જુની કલેકટર કચેરી પાસેથી મોટરસાયકલ ચોરી હોવાની વિગતો ખુલતા પોલીસે તેની વધુ પૂછપરછ જારી રાખી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here