ઉપલેટાના કોલકી રોડ પર આદર્શ સોસાયટી પાસે રૂરલ એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૬૨ હજારના વિદેશીદારૂ ભરેલી કાર સાથે ઉપલેટાના બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ઉપલેટાના કોલકી રોડ પર એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની રૂરલ એલસીબીના એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડકોન્સ કૌશીકભાઇ જોષી અને અરવિંદસિંહ જાડેજાને બાતમી મળતા ઉપલેટા કોલકી રોડ આદર્શ સોસાયટીમાં જવાના રસ્તે દરોડો પાડી રૂા. ૬૨,૭૪૦ની કિંમતની વિદેશી દારૂની ૨૦૭ બોટલ ભરેલી કારમાંથી ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ આદર્શ સોસાયટી શેરી નં. 3ના અજીત દિનેશભાઇ માંકડ સ્વામીનારાયણ સોસાયટી ભગવતી પાર્ક-૧ના કીશન સંગ્રામભાઇ સોલંકીને પકડી લઇ દારૂનો જથ્થો તથા બે મોબાઇલ ફોન અને કાર મળી રૂા. ૬,૦૨,૭૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

